એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં નાની અને મધ્યમ કંપનીઓના શેરોએ મોટી કંપનીઓની તુલનાએ સરેરાશ અઢી ગણું રિટર્ન આપ્યું છે. 1 એપ્રિલથી 14 જૂનની વચ્ચે સેન્સેક્સ 7.2% વધ્યો હતો. પરંતુ આ સમયગાળા દરમિયાન બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 16%થી વધુ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 19% વધ્યો હતો. એનાલિસ્ટો અપેક્ષા રાખે છે કે ગુણવત્તાયુક્ત સ્મોલકેપ અને મિડકેપ શેરો આ વર્ષે લાર્જકેપ કરતાં લગભગ બમણું રિટર્ન આપશે.
બ્રોકરેજ કંપનીઓ જેમ કે ICICI સિક્યોરિટીઝ, LKP સિક્યોરિટીઝ અને મતિલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સ્મોલકેપ અને મિડકેપ શેરોના સારા પ્રદર્શન પર સર્વસંમતિ ધરાવે છે. તેમના મતે નાણાવર્ષ 2024-25 સુધી નિફ્ટી સ્મોલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સની કમાણીમાં વૃદ્ધિ નિફ્ટી 50 કરતા વધારે રહી શકે છે. LKP સિક્યોરિટીઝ માને છે કે 31 માર્ચ 2024 સુધીમાં મિડકેપ ઇન્ડેક્સનું રિટર્ન નિફ્ટી 50 કરતા બમણું થઈ જશે.
એટલા માટે સ્મોલકેપ શેર વધશે
ICICIસિક્યોરિટીઝના જણાવ્યા મુજબ 2018 માં શરૂ થયેલા સ્મોલકેપ શેરોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા વેચવાલી 2022માં ટોચ પર છે. FIIએ તેમને જૂન 2022થી જ ખરીદવાનું શરૂ કર્યું છે. 2023થી સ્મોલકેપ શેરોમાં તેમનું હોલ્ડિંગ ઝડપથી વધી રહ્યું છે. આ ટ્રેન્ડ ચાલુ રહી શકે છે. વિદેશી રોકાણકારોની ખરીદીનો સપોર્ટ છે.