ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 59મી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને 35 રનથી હરાવ્યું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 196 રન જ બનાવી શકી હતી.
GTના કેપ્ટન શુભમન ગિલ (104 રન)એ IPL ઈતિહાસમાં 100મી સદી ફટકારી હતી. ગિલ બાદ સાઈ સુદર્શન (103 રન)એ પણ પોતાની કારકિર્દીની પ્રથમ સદી પૂરી કરી હતી. બંનેએ 210 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. CSK તરફથી તુષાર દેશપાંડેએ 2 વિકેટ લીધી હતી.
CSK તરફથી ડેરીલ મિશેલે 63 રન, મોઈન અલીએ 56 રન, એમએસ ધોનીએ 26 રન અને શિવમ દુબેએ 21 રન બનાવ્યા હતા. મોહિત શર્માએ 3 અને રાશિદ ખાને 2 વિકેટ લીધી હતી.