Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા પણ તમામ તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે ખાસ કરીને ચૂંટણી દરમિયાન કોઈ ક્ષતિ ન સર્જાઇ તે માટે પોલિંગ સ્ટાફ અને પ્રિસાઇડીંગ ઓફિસરને તાલીમ આપવામાં આવી રહી છે અને સાથે ચૂંટણી ફરજમાં રોકાયેલ કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે.

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકના રિટર્નિંગ ઓફિસર સંદીપ વર્માએ જણાવ્યું હતું કે, રાજકોટ પશ્ચિમ બેઠક માટે ટાગોર રોડ પર એસ.વી.વિરાણી હાઇસ્કૂલ ખાતે ચૂંટણી દરમિયાન કોઈ મુશ્કેલી ન સર્જાઇ અને વ્યવસ્થા ઝડવાઈ રહે તે માટે પોલિંગ સ્ટાફ અને પ્રિસાઇડીંગ ઓફિસરને બે દિવસ માટે અલગ અલગ સેશનમાં તાલીમ આપવામાં આવી રહી છે. આ સાથે તાલીમ દરમિયાન ચૂંટણી કામગીરીમાં રોકાયેલ સ્ટાફના કોઈ પ્રશ્ન હોય તો તે પણ સાંભળી તેનો જવાબ આપી સમજૂતી આપવામાં આવી રહી છે.

ચૂંટણી ફરજમાં રોકાયેલ સ્ટાફ માટે બેલેટ પેપરથી મતદાન કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ પશ્ચિમ બેઠક માટે એસ.વી.વિરાણી હાઈસ્કૂલ ખાતે, પૂર્વ માટે પોલીટેકનીક ભાવનગર રોડ, દક્ષિણ માટે પી ડી માલવીયા કોલેજ અને રાજકોટ ગ્રામ્ય માટે આત્મિય કોલેજ ખાતે તાલીમ અને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસ.વી.વિરાણી હાઈસ્કૂલ ખાતે 12 વાગ્યા સુધીમાં તાલીમ બાદ 41 લોકોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી 27 નવેમ્બરને રવિવારના રોજ રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કર્મચારીઓ પોસ્ટલ મતદાન કરશે.