ગોંડલ શહેરમાં અસમાજિક તત્વોને જાણે પોલીસનો ડર ન હોય તેમ બેફામ બન્યાં છે. શહેરના માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલ સોસાયટીઓમાંના મુખ્ય રોડ પર નવરાત્રીનુ સ્વાગત કરતા અને શુભેચ્છા આપતા બેનર લગાવવામાં આવ્યા હતા. પરંતુ અમુક અસામાજિક તત્વો દ્વારા વાતાવરણ તંગ બને અને શહેરની શાંતિ હોમાય તે હેતુથી બેનરોને તોડી પડાયા હતા.
આ અંગે યુવા અગ્રણી કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે આ બાબતે બી ડિવિઝન સીટી પોલીસ સ્ટેશન ખાતે આવા તત્વો વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે. જેથી તેમની વિરૂદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવે તો અન્ય તહેવારોમાં આવું હિન કૃત્ય કરતા અટકાવી શકાય. તેમજ આવા લોકો વિરૂદ્ધ જાહેરમાં તેમની સરભરા કરવામાં આવે જેથી બીજી વખત આવું કૃત્ય કરતા પહેલાં સો વાર વિચાર કરે.