Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આ એ વાતો છે, જેના કારણે યુપીના કથાવાચકોમાં અનિરુદ્ધાચાર્ય ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે કારણ તેમની કથા કે એમાં ઊમટેલા ભક્તો નહોતા, પરંતુ તેમણે લિવ-ઇન રિલેશનશિપ અને છોકરીઓના કેરેક્ટર વિશે આપેલું નિવેદન હતું.

અનિરુદ્ધાચાર્ય મહારાજે કહ્યું- અમે કંઈ ખોટું કહ્યું નથી, અમે પુરાણોમાં જે લખ્યું છે એ કહ્યું. તમારે બ્રહ્મ વૈવર્ત પુરાણ વાંચવું જોઈએ. એમાં લખ્યું છે- ચાર પુરુષો સાથે સંબંધ બનાવનારી મહિલા વ્યભિચારિણી છે, પુરાણોમાં તેને વેશ્યા તરીકે વર્ણવવામાં આવી છે. અમે પણ એ જ કહ્યું છે. શાસ્ત્રોમાં જે લખ્યું છે એ જ કહેવામાં આવશે.

સંત પ્રેમાનંદજીએ પણ એ જ વાત કહી, જે અમે કહી હતી. તેમના શબ્દો પણ આ જ હતા છતાં તેમની ટીકા પણ થઈ, કેટલાક લોકોનો સંતોને બદનામ કરવાનો એજન્ડા છે.

Recommended