રાજકોટના જેતપુરમાં એક યુવક હાથમાં દારૂની બોટલ અને દારુ ભરેલો ગ્લાસ રાખી રીલ બનાવી હતી. જે સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસે યુવકની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસના હાથમાં આવતા જ યુવકે માફી માગી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, જેતપુરની તત્કાલ ચોકડીના ઓવરબ્રિજ ઉપર રાત્રિના સમયે એક યુવકે દારૂની બોટલ રાખી હતી. જે બાદ બોટલમાંથી ગ્લાસ ભરી મદિરાપાન કરી રહ્યો હતો અને સાથે જ ડાન્સ પણ કરી રહ્યો હતો. જેનો વીડિયો બનાવ્યો હતો અને તેની રિલ્સ પણ સામે આવી હતી. જે વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. ઉદ્યોગ નગર પોલીસે કરેલી તપાસમાં તે યુવક અંકુર સોલંકી હોવાનું સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.