લખનૌ સુપરજાયન્ટ્સે IPL-2025માં પોતાની પહેલી જીત નોંધાવી. ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું. રાજીવ ગાંધી સ્ટેડિયમની બેટિંગ પીચ પર LSG તરફથી શાર્દુલ ઠાકુરે 4 વિકેટ લીધી. જ્યારે નિકોલસ પૂરને 26 બોલમાં 70 રન બનાવ્યા.
ગુરુવારે હૈદરાબાદમાં LSG એ બોલિંગ કરવાનું પસંદ કર્યું. SRH એ 9 વિકેટ ગુમાવ્યા બાદ 190 રન બનાવ્યા. ટ્રેવિસ હેડે 47 અને અનિકેત વર્માએ 36 રન બનાવ્યા. લખનૌએ 16.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું. મિશેલ માર્શે 52 રન બનાવ્યા. હૈદરાબાદ તરફથી પેટ કમિન્સે 2 વિકેટ લીધી.
બેટિંગ પીચ પર નવા બોલ સાથે બોલિંગ કરવા આવેલા શાર્દુલ ઠાકુરે પાવરપ્લેમાં 2 વિકેટ લીધી. તેણે ડેથ ઓવરોમાં રન આપ્યા નહીં અને હૈદરાબાદના બેટ્સમેન પર દબાણ બનાવ્યું. તેણે ફક્ત 34 રન આપ્યા અને 4 વિકેટ લીધી. અભિષેક શર્મા, ઇશાન કિશન, અભિનવ મનોહર અને મોહમ્મદ શમી તેના બોલ પર આઉટ થયા.