Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સાવરકુંડલા તાલુકાના બગોયા ગામમાં ધોળા દિવસે દીપડો ગામમાં ત્રાટકી ઘર બહાર ગાડું જોડી રહેલા એક યુવક પર હુમલો કરી ઘાયલ કર્યો હતો. દીપડાના હુમલાથી ઘાયલ ખેડૂત યુવકને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સાવરકુંડલા તાલુકાના આંબરડી નજીક આવેલ બગોયા ગામે દિવસે એક દીપડો આવી ચડ્યો હતો અને બગોયા ગામ વચ્ચે આવેલ પોતાના ઘર બહાર 25 વર્ષીય સલીમભાઈ ઝાંખરા નામનો ખેડૂત યુવક વાડીએ જવા માટે પોતાના સનેડા પાછળ ગાડું જોડી રહ્યો હતો.

તેવા સમયે એક દીપડો આવી ચડતા સલીમભાઈના ખંભે દીપડો ટિંગાઈ ગયો હતો. જેથી યુવકની ચીસથી આસપાસમાં રહેલ લોકો દોડી આવી હાકલા પડકાર કરતાં યુવકને ખંભા અને શરીરના અન્ય ભાગોમાં ઇજા પહોંચાડી દીપડો નાસી છૂટયો હતો.

આસપાસના રહીશ લોકો આવી જતા સદનસીબે મોટી દુર્ઘટના થતાં ટળી હતી. દીપડાથી ઘાયલ યુવકને હાલ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ બાજુના આંબરડી ગામે એક ઘરમાં દીપડો ઘૂસી આવ્યો હતો.