નવલી નવરાત્રિના ત્રીજા નોરતે ગરબા ગ્રાઉન્ડમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેલૈયાઓ લાલ, પીળા સહિત વિવિધ રંગોના ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ગરબાની રમઝટ બોલાવી હતી, ત્યારે ગાંધીનગરમાં નવરાત્રિ ગરબા ઉત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને મા આદ્યશક્તિની આરતીની આરાધના કરી હતી. અમદાવાદમાં જીગરદાન ગઢવીએ પોતાના અંદાજમાં તારી મઘ મીઠી મધ મીઠી વાતે... ખેલૈયાઓને ડોલાવ્યા હતા. જ્યારે સરકારી સોન્ગ પર ફોરેનર્સે ઠૂમકા લગાવ્યા હતા. આ ઉપરાંત આદિત્ય ગઢવીના ફેમસ ગોતી લો... સોંગ પર ખેલૈયાઓ ઘેલા થયા હતા.
સુરતમાં કિંજલ દવે રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી ગીત પર સુરતી ખેલૈયાઓનો ડોલાવ્યા હતા. આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા તન્ના ગરબે ઘૂમી હતી. તો બીજી તરફ મહાકાળી માતાના રૂપમાં મહિલાએ ગરબા કર્યા તેમજ 10 KG ચણિયાચોળીમાં યુવતીઓએ ગરબાના અવનવા સ્ટેપ્સ કર્યા હતા. રાજકોટમાં ગેલેક્સી ગરબી મંડળની દીકરીઓએ કોઈ કેજો કાનુડાને જઈ વાંસળી વગાડે નહીં ગીત પર મનમોહક રાસ રજૂ કર્યો હતો. જ્યારે ફોર-વ્હીલર અને ટુવ્હીલર પર તલવાર રાસ અને હાથમાં મસાલ અને માથે સળગતી ઇંઢોણી ગરબો લઇ રાસ રમી હતી.