Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જો તમે બહારનું ખાવાના શોખીન છો અથવા તો બહારથી ઓર્ડર કરીને ખાવાનું મગાવતા હોય તો એકવાર ચેક કરીને જ ખાજો. કારણ કે, તમારું ખાવાનું વેજિટેરિયન છે કે નોન વેજિટેરિયન એની હવે ચકાસણી તમારે જ કરીને પડશે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક હોટલમાંથી ગ્રાહકે પનીર ચીલી મગાવ્યું હતું પરંતુ તેની જગ્યાએ ચિકન ચીલી નીકળ્યું હોવાની ઘટના સામે આવી છે. પની ચીલી મગાવનાર યુવકે હોટલમાં આ મામલે રજૂઆત પણ કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા હાલ આ મામલે ફરિયાદ મળતા તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ શહેરમાં રહેતા એક જૈન યુવકે વસ્ત્રાપુરની થ્રી સ્ટાર ધ પાર્ક રેસિડેન્સી હોટલમાં જમવાનો ઓર્ડર કર્યો હતો. ઓર્ડરમાં યુવકે પનીર ચીલી મગાવ્યું હતું પરંતુ હોટલ દ્વારા ચિકન ચીલી આપી દેવામાં આવ્યું હતું. વેજિટેરિયન પનીર ચીલીની જગ્યાએ નોનવેજ પીરસવામાં આવ્યું હોવાનું યુવકને માલૂમ પડતા હોટલ પાર્ક રેસિડેન્સીના હાજર સ્ટાફ વગેરેને જાણ કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને આ મામલે જાણ થતાં તેઓ દ્વારા હોટલમાં તપાસ કરવામાં આવી હતી અને તેમની પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.