Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સુરતના અમરોલી વિસ્તારમાં એક અત્યંત જોખમી દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક સ્કૂલ વાન (ઈકો કાર)માં સવાર એક વિદ્યાર્થી વાનનો સાઇડનો દરવાજો ખોલીને બહાર લટકીને મુસાફરી કરી રહ્યો હોવાનું સ્પષ્ટપણે દેખાય છે.

આ ઘટના સુરતના અમરોલી વિસ્તારમાં બની હતી. રસ્તા પર ચાલી રહેલી એક ઈકો કાર સ્કૂલ વાન ( GJ 16 CN 2675)તરીકે ઉપયોગમાં લેવાઈ રહી હતી, જેમાં અન્ય વિદ્યાર્થીઓ પણ સવાર હતા. આ દરમિયાન, વાનમાં બેઠેલો એક વિદ્યાર્થી જાણે કોઈ સાહસ કરી રહ્યો હોય તેમ, ઈકો કારનો સાઈડનો દરવાજો ખોલીને અડધો બહાર લટકીને મુસાફરી કરી રહ્યો હતો.આ દ્રશ્યો આ સ્કૂલ વાનની પાછળ આવી રહેલા એક કાર ચાલકે પોતાના કેમેરામાં રેકોર્ડ કરી લીધા હતા. જોખમી રીતે રસ્તા પર ચાલી રહેલી વાનમાંથી વિદ્યાર્થીનો આ રીતે લટકવું કોઈ મોટી દુર્ઘટનાને નોતરી શકે તેમ હતું.

વાયરલ થયેલા વીડિયોના આધારે, લટકી રહેલો વિદ્યાર્થી અમરોલી વિસ્તારમાં આવેલી કે. એન્ડ એમ.પી. સાર્વજનિક વિદ્યાલયનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સ્કૂલ વાનનું રજિસ્ટ્રેશન ભરૂચ પાસિંગનું હોવાનું પણ સામે આવ્યું છે. સ્કૂલના વિદ્યાર્થીઓને આ રીતે જોખમી રીતે લઈ જવામાં આવતા વાન ચાલક અને સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી પર ગંભીર સવાલો ઊભા થયા છે.