Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઇ)એ હાઇકોર્ટના જજો તથા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પર હુમલાનું કાવતરું ઘડ્યું હોવાનું કેન્દ્રીય તથા રાજ્યોના અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું છે.

પીએફઆઇના વિવિધ ઠેકાણાં પર રેડ દરમિયાન કબજે લેવાયેલા કેટલાક વાંધાજનક દસ્તાવેજોમાં તેની 2047 સુધીની ‘રૂપરેખા’ પણ સામે આવી છે. અધિકારીઓએ એવો પણ દાવો કર્યો કે પીએફઆઇ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે યુવકોની ભરતી કરવા સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરતું હતું. તેના એક મોડ્યુલે વિદેશીઓ પર, ખાસ કરીને તમિલનાડુના નાનકડા હિલ સ્ટેશન વટ્ટકનલની મુલાકાતે આવતા યહૂદીઓ પર હુમલાનું કાવતરું પણ ઘડ્યું હતું.

ISIS જેવા વૈશ્વિક આતંકવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ બદલ પીએફઆઇ અને તેના 8 સભ્ય પર કેન્દ્ર સરકારે 5 વર્ષનો પ્રતિબંધ મૂક્યાના બીજા દિવસે પીએફઆઇનું ટ્વિટર એકાઉન્ટ પણ બંધ કરાવી દેવાયું હતું. ઘણાં રાજ્યોમાં પીએફઆઇની ઓફિસો સીલ કરાઇ છે અને તેનું ફંડ સ્થગિત કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઇ છે.