Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટના મહિલા વકીલ ભૂમિકા પટેલ સામે પોક્સો એક્ટ અંતર્ગત ગોંડલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેને રદ કરવા અને કાનૂની કાર્યવાહી સામે સ્ટે મેળવવા મહિલા વકીલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી જે અરજીને ગુજરાત હાઇકોર્ટે નકારી દેતા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેને માન્ય રાખી સુપ્રીમ કોર્ટે રાહત આપી 6 સપ્તાહ સુધીનો સ્ટે આપ્ય છે. ઉલ્લેખનીય છે કે, બહુચર્ચિત અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં અમિત ખૂંટ ઉપર દુષ્કર્મનો આક્ષેપ કરનાર સગીરાની મહિલા વકીલે ઓળખ જાહેર કરી હોવાની ફરિયાદ સગીરાના પિતાએ નોંધાવી હતી.

સુપ્રીમ કોર્ટે મહિલા વકીલને રાહત આપી રાજકોટના બહુચર્ચિત અમિત ખુંટ આત્મહત્યા કેસમાં અમિત ખુંટ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીરાની ઓપખ જાહેર કરવા બદલ સગીરાના પિતા દ્વારા ગોંડલ ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેની સામે હાઇકોર્ટે અરજી નકારતા મહિલા વકીલ ભૂમિકા પટેલે એડવોકેટ એ.એ.અંશારી મારફત સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે મહિલા વકીલને રાહત આપી છ વીક માટે સ્ટે આપ્યો છે.

મહિલા એડવોકેટ ભૂમિકા પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, મેં સગીરાની ઓળખ જાહેર કરી તે અંગે મારી સામે ફરિયાદ સગીરાના પિતા દ્વારા કરવામાં આવી છે, જેની સામે એડવોકેટ એ.એ.અંશારી મારફત સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા 6 વીકનો સ્ટે આપવામાં આવ્યો છે અને તેમાં પોલીસને નોટિસ કરી છે. આ પિટિશન ઉપર સ્ટે આપતા મુખ્ય ગ્રાઉન્ડ એ લેવામાં આવ્યો છે કે, સેક્શન- 23 જે પોક્સો એક્ટની છે તેમાં તે કોગ્નીઝેબલ છે કે નોન કોગ્નીઝેબલ એ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં પોલીસે કેસ દાખલ કરી દીધો છે, આ માટે સ્ટે આપવામાં આવ્યો છે.