ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી આજે, સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. મતદારો આજે તેમના મતાધિકારનો ઉપયોગ કરી તેમના મનગમતા ઉમેદવારોને મત આપી રહ્યા છે. હાલ ગોંડલના ગુંદાળા રોડ પર ગણેશનગર વિસ્તારમાં મતદારોની ભીડ જોવા મળી રહી છે. જેમાં ગંગોત્રી સ્કૂલ ખાતે મતદારો મતદાન કરવા પહોંચી રહ્યા છે. છેલ્લી એક કલાક સમયમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.