Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


રાજકોટમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતી પત્નીએ કરેલા ભરણપોષણના દાવામાં અદાલતે આરટીઓ એજન્ટ પતિની રજૂઆતને ફગાવી દઇ પત્ની અને બે સંતાનોને રૂ.10 હજારનું ભરણપોષણ ચૂકવવા આદેશ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના પરસાણાનગરમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં સફાઇ કામદાર તરીકે કામ કરતા દીપિકાબેનના લગ્ન 2009ની સાલમાં જૂનાગઢ ખાતે રહેતા જિતેન્દ્ર ગોપાલભાઇ બોરીચા સાથે થયા હતા અને લગ્જીવનથી દીપિકાબેનને બે સંતાનો થયા હતા. ત્યારબાદ દંપતી વચ્ચે અણબનાવ વધી જતા પતિએ પત્ની તરછોડી દેતા દીપિકાબેને 18-11-2022ના રોજ ફેમિલી કોર્ટમાં પોતાના તથા સગીર સંતાનોના ભરણપોષણની માગણી કરી હતી. જેમાં સામાવાળાએ પોતે માસિક રૂ.8થી 9 હજાર કમાય છે તેવા પુરાવા રજૂ કર્યા હતા અને પત્નીને પગારની પૂરતી આવક હોય તે ભરણપોષણ મેળવવા હકદાર નથી તેવો બચાવ કર્યો હતો.