રાજકોટ જિલ્લામાં વિરપુર અને કાગવડ વચ્ચે ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલે આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. કેશોદ પંથકની પરિણીત યુવતી અને ગોંડલ પંથકના યુવાન વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ પરિવારજનો એક થવા નહીં દે તેવા ડરથી બન્નેએ સજોડે આપઘાત કરી લીધો હતો. આ મામલે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવતાં તેઓ હોસ્પિટલે દોડી આવ્યા હતાં.
વિરપુર અને કાગવડ વચ્ચે આજે એક યુવક યુવતી શાંત્રાગાચી એકસપ્રેસ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતાં આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક યુવક-યુવતીની ઓળખ મેળવવા માટે તપાસ કરી હતી તે દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક યુવતી કેશોદના ખમીતાણ ગામની ગીતા જગદીશ રાઠોડ (ઉ.વ.26) અને યુવક ગોંડલના મસીતાડા ગામનો અજય ભીમા ભાસ્કર (ઉ.વ.22) હોવાનું સામે આવ્યું હતું. જે બાદ બન્નેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.