પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 10મા રાયસીના સંવાદના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન મુખ્ય અતિથિ તરીકે સમિટને સંબોધિત કર્યા.
તેમણે કહ્યું કે ભારતે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે. ન્યુઝીલેન્ડ ઈન્ડો-પેસિફિકમાં પોતાના હિત માટે ભારત જેવા ભાગીદારો શોધી રહ્યું છે.
આ વર્ષના સંમેલનમાં યુએસ ગુપ્ત એજન્સીના ડિરેક્ટર તુલસી ગબાર્ડ, યુક્રેનિયન વિદેશ પ્રધાન આન્દ્રે ત્સિબિહા અને અન્ય ઘણા વરિષ્ઠ રાજદ્વારીઓ હાજરી આપી રહ્યા છે.
ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF) અને વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત આ પરિષદ, ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ઉથલપાથલ, ખાસ કરીને રશિયા-યુક્રેન યુદ્ધના પગલે યોજાઈ રહી છે.
આ ૩ દિવસીય પરિષદ 19 માર્ચ સુધી ચાલુ રહેશે. આ વર્ષના રાયસીના સંવાદની થીમ 'કાલચક્ર - લોકો, સ્થળ અને ગ્રહ' છે. લગભગ 125 દેશોના 3500થી વધુ લોકો તેમાં ભાગ લેશે.