Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટમાં સમરસ બોયઝ હોસ્ટેલના જમવામાં કીડા, મકોડા અને જીવાત, રબ્બર જેવી રોટલી અને પાણી જેવી છાશને કારણે 1000થી વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. અહીં ભોજનના વાસણની બાજુમાં જ એંઠવાડનું વાસણ રાખવામાં આવે છે. ટોયલેટ બ્લોક તૂટેલી હાલતમાં તો લિફ્ટ વારંવાર બંધ થઈ જાય છે, જેને લઈને આજે (19 ડિસેમ્બર) વિદ્યાર્થીઓએ ઉગ્ર નારેબાજી કરી હતી. ત્રણ મહિનાથી સમાજ કલ્યાણ અધિકારી, કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી સુધી ઈમેલ મારફત રજૂઆત કરવામાં આવી, પરંતુ સમસ્યાઓનું નિરાકરણ આવ્યુ નથી. આખરે વિદ્યાર્થીઓ દ્વારા પોતાની સમસ્યાઓને વાચા આપવા માટે X પર ‘Inside samras hostel’ નામનું પેજ બનાવવાની ફરજ પડી છે.

આ મામલે હાર્દિક મોરીએ જણાવ્યું હતું કે, સમરસ બોયઝ હોસ્ટેલમાં રહું છું. અહીં 1000થી વિદ્યાર્થીઓ રહે છે. તેઓને રહેવા અને જમવાની સુવિધા સરકાર તરફથી આપવામાં આવે છે. રસોડામાં રસોઈ કરતા ભ્રષ્ટાચાર વધુ રંધાતો હોય તેવું લાગે છે. આ ઉપરાંત દરેક ફ્લોર વાઇઝ ટોયલેટ બ્લોક છે, પરંતુ તેના મેન્ટેનન્સનો અભાવ જોવા મળે છે. ઘણા બધા ટોયલેટ બ્લોક તૂટેલી હાલતમાં છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે અહીં સ્થાનિક કક્ષાએ ઉપરાંત મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે, પરંતુ અમારી સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી. અમે ટ્વીટર ઉપર એક Inside samras hostel નામનું પેજ બનાવ્યું છે, જેમાં અમે વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓના વીડિયો અને ફોટા મૂકીએ છીએ. અગાઉ અહીં સિંગતેલના બદલે સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેના 70થી વધુ ડબ્બા મળી આવ્યા હતા. તંત્ર તો અમારું સાંભળતું નથી, પરંતુ ટ્વીટર ઉપર અમારી સમસ્યા નિહાળી કોઈ મદદરૂપ થાય તેવી વિનંતી છે.