અમેરિકાના પત્રકાર સીમોર હર્શે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે 26 સપ્ટેમ્બર,2022ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિના ઈશારે ગુપ્ત રીતે બાલ્ટિક સમુદ્રમાં આવેલ નોર્ડ સ્ટ્રીમ અંડરવોટર ગેસ પાઈપલાઈનને બ્લાસ્ટથી ઉડાવી દેવામાં આવી હતી. તેમના રિપોર્ટમાં મુજબ અંડરવોટર ગેસ પાઈપલાઈન પર થયેલો આ બ્લાસ્ટ સી.આઈ.આઈ દ્વારા નોર્વે તરફથી ગુપ્તમાં પાર પાડવામાં આવ્યો છે.
ઊંડા સમુદ્રમાં અમેરિકાના તરવૈયાએ પાઈપલાઈનની આસપાસ સુરંગ બનાવી ધમાકો કર્યો હતો. જોકે, આ દાવાને વાઈટહાઉસે નક્કારી કાઢયો છે. વાઈટ હાઉસના પ્રવક્તા એન્ડ્રીન બેસ્ટરે આ દાવાને ખોટો ગણ્યો છે. વધુમાં કહ્યું કે આ માત્ર પાયાવિહોણી વાતો છે. બીજી બાજુ, પત્રકાર સીમોરનો દાવો છે કે પાઈપલાઈનને નાટો દેશો માટે ખતરા રૂપે જોવાતી હતી. જર્મની માટે નોર્ડ સ્ટ્રીમ વરદાન સ્વરૂપે હતી. જેના કારણે રશિયા દ્વારા જર્મનીને સસ્તી કિંમતમાં ગેસ સપ્લાય થતો હતો. જોકે, આ બ્લાસ્ટ માટે રશિયાને જવાબદાર ગણાવવામાં આાવ્યું હતું.
રિપોર્ટ અનુસાર આ પાઈપલાઈનને ઉડાવી દેવાનું કાવતરું 2021થી ઘડાઈ રહ્યું હતું. ખૂબ જ ગુપ્ત રીતે યુ.એસ. નેવી તરફથી સબમરીન દ્વારા નિશાન બનાવવામાં આવી પાઇપલાઇનને બ્લાસ્ટ કરવા માટે પ્રસ્તાવ રખાયો હતો. તે જ સમયે, એરફોર્સે ડિલેડ ફ્યૂઝથી બોમ્બ ફેંકી ઉડાવી દેવાનો પ્રસ્તાવ રાખ્યો હતો જેને દૂરથી પણ સેટ કરી શકાતું હતું.