Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ શહેરમાં મવડી વિસ્તારમાં આવેલ નવલનગર શેરી નંબર 9નાં છેડે મુરલીધર ચોક પાસે પાર્ક કરેલી એક કાર અને બે સ્કુટરને પુનીતનગરનાં નામચીન શખ્સે પેટ્રોલ છાટી સળગાવી દેવાની ઘટના સામે આવી છે. ઘટના અંગે જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યા હતો અને બનાવ અંગે પોલીસને જાણ કરવમાં આવી હતી જેથી પોલીસે આસપાસ સીસીટીવી ફૂટેજ તપાસી કાર્યવાહી શરૂ કરી હતી દરમિયાન વાહનોમાં આગ લગાડનાર અન્ય કોઈ નહિ પરંતુ પેંડા ગેંગનો સાગરીત યસ ઉર્ફે ઠોંડી હોવાનું સામે આવત તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને ઘટના સ્થળ પર લઇ જઈ રિકંસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું આ સમયે આરોપી રીતસર લંગડાતો નજરે પડ્યો હતો અને જાહેરમાં બે હાથ જોડી લોકોની માફી માંગી રહ્યો હતો.

રાજકોટ શહેરના નવલનગર શેરી નંબર 9ના ખૂણે રહેતાં ભરતભાઈ કાળભાઈ સિંધવની મારુતિ કંપનીની સ્વીફટ કાર અને એક એક્ટીવા તથા એક ઇલેક્ટ્રીક ટુવ્હીલર પાર્ક કરેલું હતું જેને બુધવારે મોડી રાત્રે 2.45 વાગ્યા આસપાસ અચાનક સળગતી હાલતમાં જોઈ ભરતભાઇ તથા આડોશ-પાડોશના લોકો દોડી ગયા હતા આગ ઓલવવા પ્રયાસ શરૂ કર્યા હતા દરમિયાન ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે આગની લપેટમાં આવેલી કાર અને બંને સ્કૂટર બાળીને ખાખ થઇ ગયા હતાં.