Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રંગીલું રાજકોટ હવે માત્ર ખાણી-પીણી માટે જ નહીં, પણ તેના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન સ્થળો માટે પણ નવી ઓળખ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ચારેય ખૂણે વિકાસની ગતિ તેજ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આગામી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કુલ 66 જેટલી દરખાસ્તો રજૂ કરવામાં આવી છે, જે રાજકોટની કાયાપલટ કરનારી સાબિત થશે. રૂ. 18 કરોડના લાલપરી બ્યુટીફિકેશનથી લઈને વાવડીમાં રૂ. 21 કરોડના ખર્ચે બનનારી અત્યાધુનિક લાઈબ્રેરી સુધીના પ્રોજેક્ટ્સ હવે સાકાર થવાના આરે છે.


પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા 1.0 કિમી લંબાઈનો લેકફ્રન્ટ પ્રકૃતિની સાથે જ આધુનિકતાનું સંગમસ્થાન રાજકોટનું ઐતિહાસિક લાલપરી તળાવ વર્ષોથી ઉપેક્ષિત રહ્યું હતું પરંતુ, મનપા તેને શહેરનું સૌથી મોટું પિકનિક સ્પોટ બનાવવા જઈ રહી છે. રૂ. 18,11,56,641ના કુલ ખર્ચે આ તળાવનું રિડેવલોપમેન્ટ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા 1.0 કિમી લંબાઈનો લેકફ્રન્ટ છે. તેમજ અહીં નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી 1650 રનીંગ મીટરનો વોકિંગ ટ્રેક અને 850 રનીંગ મીટરની ફૂટપાથ બનાવવામાં આવશે.