તાલિબાનના શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની બુધવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આત્મઘાતી હુમલામાં માર્યા ગયા હતા. હક્કાની નમાજ માટે બહાર જઈ રહ્યા હતા ત્યારે શરણાર્થી મંત્રાલયમાં આ હુમલો થયો હતો. આમાં ચાર અંગરક્ષકોના પણ મોત થયા હતા.
હજુ સુધી હુમલાના સમય વિશે માહિતી મળી શકી નથી. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, ખલીલ હક્કાનીના ભત્રીજા અનસ હક્કાનીએ તેના કાકાના મૃત્યુની પુષ્ટિ કરી છે. અત્યાર સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આતંકવાદી સંગઠન ISIS-K પર શંકા વ્યક્ત કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ISIS-Kનું પૂરું નામ ઈસ્લામિક સ્ટેટ ખોરાસન છે. તે સીરિયા અને ઇરાકમાં કાર્યરત આતંકવાદી જૂથ ISISની પ્રાદેશિક શાખા છે. ISIS-K નું નામ ઉત્તરપૂર્વ ઈરાન, દક્ષિણ તુર્કમેનિસ્તાન અને ઉત્તર અફઘાનિસ્તાનનો સમાવેશ કરતા પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે.