નિષ્ફળતા અને પરેશાનીઓને લીધે નિરાશા અને ભ્રમ વધવા લાગે છે, પરંતુ આપણે કોઈપણ પરિસ્થિતિમાં નિરાશ ન થવું જોઈએ. નિરાશાને લીધે વ્યક્તિ પરેશાનીઓમાં વધુ ગુંચવાઈ જાય છે. એવા વિપરિત સમયમાં આપણે શું કરવું જોઈએ તે આપણને નારદ મુનિ પાસે શીખી શકીએ છીએ.
નારદ મુનિ અને વેદ વ્યાસજી સાથે જોડાયેલી એક કથા પ્રચલિત છે. કથા પ્રમાણે એક દિવસ વ્યાસજી ખૂબ જ નારાજ હતા, તેમને અનેક ગ્રંથોની રચના કરી હતી, પરંતુ તેમનું મન અશાંત જ હતું.
વેદ વ્યાસ નિરાશ હતા અને એ સમયે તેમની પાસે નારદ મુનિ પહોંચ્યા. વ્યાસજીએ નારદ મુનિને પોતાની પરેશાની જણાવી તો નારદ મુનિને તેમને કહ્યું કે પાછલા જન્મમાં હું એક દાસીપુત્ર હતો. મારી માતા બ્રાહ્મણઓ, જ્ઞાનીઓ અને તપસ્વીઓની સેવામાં લાગેલી રહેતી હતી. જ્યારે હું થોડો મોટો થયો તો મારી માતાએ મને તપસ્વીઓની સેવામાં લગાવી દીધો.
એ દિવસો દરમિયાન આ વાતને લઈને હું દુઃખી રહેતો હતો કે મારી માતાને દાસીના રૂપમાં કામ કરવું પડે છે. નારાશ હોવા છથાં પણ મેં તપસ્વીઓની સેવામાં કોઈ ખામી છોડી ન હતી.
જ્ઞાની વિદ્વાનોની સંગત અને સેવાની ભાવનાથી મારું મન શાંત થવા લાગ્યું. મારી સેવાથી ખુશ થઈને તપસ્વીઓએ મને એવી જ્ઞાનની વાતો જણાવી, જે સામાન્ય લોકો નહીં જાણી શકતાં. ધીરે-ધીરે મારાં મનમાં ભક્તિ ભાવના જાગી ગઈ. હું ભક્તિ કરવા લાગ્યો. ત્યારબાદ મારો બીજો જન્મ થયો અને હું નારદ મુની બની ગયો. હલે તમે જોઈ શકો છો કે હું ક્યાં છું.