Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારત અને વેસ્ઈન્ડીઝ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ત્રીજા જ દિવસે પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડીઝને એક ઇનિંગ અને 141 રનથી હરાવીને 2023-25 WTC સાઇકલનો શાનદાર જીતથી પ્રારંભ કર્યો છે. આ ટેસ્ટ મેચમાં અશ્વિને કુલ 12 વિકેટ ઝડપી છે. તેણે પહેલી ઇનિંગમાં 5 વિકેટ અને બીજી ઇનિંગમાં 7 વિકેટ ઝડપી હતી. તેણે વિદેશમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે.

અગાઉ ભારતે પહેલી ઇનિંગ 421 રન અને 5 વિકેટના નુક્સાને ડિક્લેર કરી હતી. ત્યારે ભારતે 271 રનની લીડ મેળવી હતી. જેના જવાબમાં કેરિબિયન્સ બીજી ઇનિંગમાં 130 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સૌથી વધુ રવિચંદ્રન અશ્વિને 7 વિકેટ ઝડપી હતી. જ્યારે રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી હતી. વેસ્ટઈન્ડીઝ તરફથી એલિક એથેનાઝે 28 રન અને જેસન હોલ્ડરે 20* રન બનાવ્યા હતા.

યશસ્વી જયવાલ અને રોહિત શર્માએ પ્રથમ દાવમાં સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ 76 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી 76 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીએ ટેસ્ટ કારકિર્દીની 29મી અડધી સદી ફટકારી છે.

યશસ્વી જયસ્વાલ 171 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન રોહિત શર્મા 103 અને શુભમન ગિલ 6 રન બનાવીને આઉટ થયા હતા અને રહાણેએ 3 રન બનાવ્યા હતા. ઈશાન કિશન (1) અને રવીન્દ્ર જાડેજા (37) અણનમ પરત ફર્યા હતા. વેસ્ટઈન્ડીઝ તરફથી ડેબ્યુટન્ટ્સ એલિક એથેનાઝ, જોમેલ વોરિકન, અલ્ઝારી જોસેફ અને કેમર રોચે એક-એક વિકેટ મેળવી હતી.