રાજકોટમાં શુક્રવારે મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું હતું જે સૌરાષ્ટ્રનું સૌથી ઊંચું હતું. હવામાનવિભાગના જણાવ્યાનુસાર રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજથી હળવા વરસાદની સંભાવના છે. 21 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. છેલ્લા ત્રણ વર્ષથી પેટર્ન બદલાતા ચોમાસું આ વખતે પણ ઓકટોબર મહિનામાં વિદાય લેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.
વધુમાં હવામાન વિભાગના જણાવ્યાનુસાર ચોમાસું વિદાય લીધા બાદ એક મહિનો મિશ્ર વાતાવરણ રહેશે. જેમાં દિવસમાં ગરમી અને રાત્રે ઠંડક રહેશે. ડિસેમ્બર મહિનામાં ઠંડીનો પારો વધશે. આ વખતે ઓગસ્ટ મહિનામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માત્ર વરસાદી ઝાપટાં જ પડ્યા છે. ખેતી માટે હજુ એક-બે વરસાદી રાઉન્ડની જરૂર હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જો વરસાદ નહી આવે તો ખેતીમાં મગફળી, કપાસ સહિતના પાકોને નુકસાન જવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.