આ વખતે દેશમાં 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર, એમ બે દિવસ દિવાળી મનાવાશે. અયોધ્યામાં 1 નવેમ્બરે મનાવાશે જ્યારે કાશીના પંડિતોનું કહેવું છે કે દિવાળી અને લક્ષ્મીપૂજનનું શુભ મુહૂર્ત 31 ઓક્ટોબરે છે. વૃંદાવનના બાંકે બિહારી મંદિર, નાથદ્વારાના શ્રીનાથજી મંદિર, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ અને દેવભૂમિ દ્વારકાના જગત મંદિરમાં 31 ઓક્ટોબરે દિવાળી મનાવાશે.
બીજી તરફ રામેશ્વરમ્, ઇસ્કોન અને સૌ ગૌડિય મંદિરો અને નિમ્બાર્કી મંદિરોમાં દિવાળી 1 નવેમ્બરે મનાવાશે. બંને તિથિઓ અંગે પંડિતો, વિદ્વાનો અને આચાર્યોના પોતપોતાના તર્ક છે. દેશનું રાષ્ટ્રીય પંચાંગ તૈયાર કરનારી વૈજ્ઞાનિક સંસ્થા પૉઝિશનલ એસ્ટ્રોનોમી સેન્ટર, કોલકાતાના કેલેન્ડરમાં દિવાળી 31 ઓક્ટોબરે જ રખાઈ છે.
આ પણ તર્ક: તહેવારોની તિથિ સૂર્યોદયથી થાય છે, 1 નવેમ્બર ઉત્તમ દિવાળી 31 ઓક્ટોબરે મનાવવાનું યોગ્ય છે. સૂર્યોદય સાથે કોઈ નિસબત નથી. આસોની અમાસ 31 ઓક્ટોબરે બપોરે 3.52 વાગ્યાથી 1 નવેમ્બરે સાંજે 5.13 વાગ્યા સુધી છે. પછી એકમની તિથિ શરૂ થાય છે એટલે કે 31 ઓક્ટોબરે સાંજે રાત્રિ વ્યાપિની અમાસ છે. લક્ષ્મીપૂજન માટે પ્રદોષ કાળ સૌથી ઉત્તમ છે. - આચાર્ય અશોક દ્વિવેદી, અધ્યક્ષ, કાશી વિદ્વત કર્મકાંડ પરિષદ