Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કેમિકલ ઇન્ડસ્ટ્રી 70 અબજ ડોલરને આંબે તેવી શક્યતા છે. જે અત્યારે તેના કદ કરતાં 10 ગણી વધુ ઝડપે વધી રહી છે. જે તામિલનાડુ સરકારના વર્ષ 2030 સુધીમાં $1 ટ્રિલિયનના અર્થતંત્રના લક્ષ્યાંકને પૂરું કરવામાં મદદરૂપ બનશે. કેમિકલ સેક્ટર 70 અબજ ડોલર પર પહોંચતા જ તેનાથી અપ્રત્યક્ષ રીતે 1 કરોડ રોજગારીનું સર્જન થશે જે અત્યારે 10 લાખ છે.


ઇન્ડિયન કેમિકલ કાઉન્સિલના અધ્યક્ષ રામયા ભરતરામે જણાવ્યું હતું કે તામિલનાડુ સરકારના 1 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીના લક્ષ્યાંક સાથે કેમિકલ ઇન્ડસ્ટ્રી વર્ષ 2030 સુધીમાં 70 અબજ ડોલરને આંબી શકે છે જેને કારણે તે એક મહત્વપૂર્ણ સેક્ટર બની રહેશે. આ લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા માટે રોકાણ, પર્યાપ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ્સની સ્થાપના, ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ જેવી મહત્વપૂર્ણ જરૂરિયાતો છે જેને પહોંચી વળવા માટે સરકારની મદદની આવશ્યકતા છે. તામિલનાડુ સરકારે તુતિકોરિન અને કુડ્ડાલોર જીલ્લામાં કેટલાક કેમિકલ પ્રોજેક્ટ્સમાં રોકાણ આકર્ષિત કરવામાં સફળતા મેળવી છે.

આ એ પ્રકારનું રોકાણ છે જેની મારફતે અર્થતંત્રને વેગ મળશે. થિરુમલાઇ કેમિકલ્સ લિમિટેડના અધ્યક્ષ અને કેમિકલ ઇન્ડસ્ટ્રી એસોસિએશન સેક્રેટરી એસ વેંકટરાઘવને જણાવ્યું કે 70 અબજ ડોલરના લક્ષ્યાંકને સિદ્વ કરવા માટે ઇન્ડસ્ટ્રીએ 10 ગણી વધવાની જરૂર છે. અત્યારે સ્થાનિક કેમિકલ ઉદ્યોગ 200 અબજ ડોલરનો છે અને ઇન્ડિયન કેમિકલ કાઉન્સિલે 1,000 અબજ ડોલરના માર્કેટનું લક્ષ્ય નક્કી કર્યું છે. સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી તેમજ જરૂરી પરવાનગીની બાબતે વધુ સુધારાના પ્રયાસ કરવાની જરૂર છે.