પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર પૂરઝડપે અને ગફલત ભરી રીતે વાહનો લઈને નીકળતા વાહન ચાલકો દ્વારા અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતમાં બનાવો સર્જાતા હોય છે ત્યારે શુક્રવારના રોજ વહેલી સવારે પાટણ જિલ્લાના સમી હાઈવે માર્ગ પર થી પસાર થતા ટ્રેલર ચાલકે અગમ્ય કારણોસર ટ્રેલર ટાયર પંચરની દુકાન ધૂસાડી દેતાં ટ્રેલર ચાલક ને ગંભીર ઇજાઓ પહોંચી હતી તો ટ્રેલર નાં કેબીન પાછળ આરામ કરતાં એક ઈસમનું મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
આ ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સમી હાઈવે માર્ગ પરથી શુક્રવારની વહેલી સવારે પસાર થઈ રહેલ એક ટ્રેલર ચાલકે અગમ્ય કારણોસર પોતાનું ટ્રેલર હાઈવે માર્ગ પર આવેલ અનંત પેટ્રોલિયમ પમ્પ પાસે ની ટાયર પંક્ચર ની દુકાન મા ઘૂસાડી દેતા અફડા તફડી મચી જવા પામી હતી આ અકસ્માત સર્જાયો હોવાની જાણ સમી 108 એમ્બ્યુલન્સ ટીમના ઈએમટી મહેશ ઠાકોર અને પાયલોટ સન્ની પરમાર ને થતા તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી લોકલ માણસોની મદદ થી ટ્રેલર ચાલક બ્રિજેશ યાદવ ને મહામુસીબતે ટ્રેલર માંથી બહાર કાઢ્યો હતો અને તેને માથા અને હાથનાં ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું જણાતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે ટ્રેલર ની ડ્રાઈવર સીટ ની પાછળ ની સીટ મા આરામ કરી રહેલાં વિકાસ નામના વ્યક્તિનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે ધટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.