આમ આદમી પાર્ટી( AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બુધવારે સવારે 7 વાગ્યે EDની ટીમ તેમના દિલ્હી સ્થિત ઘરે પહોંચી હતી. 10 કલાક સુધી ચાલેલા દરોડામાં તેમની ધરપકડ કરવામાં આવી.
જણાવવામાં આવી રહ્યું છે કે એક્સાઇઝ પોલિસી કેસના સંબંધમાં લગભગ 7-8 અધિકારી તપાસ કરી રહ્યા હતા. એક્સાઇઝ પોલિસી કેસની ચાર્જશીટમાં સંજય સિંહનું નામ પણ છે. આ જ કેસમાં મનીષ સિસોદિયા જેલમાં છે.
EDની કાર્યવાહી અંગે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું- આ કેસમાં 1000 દરોડા પાડવામાં આવ્યા છે. સંજય સિંહના ઘરેથી કંઈ નહીં મળે. 2024ની ચૂંટણી આવી રહી છે અને તેઓ જાણે છે કે તેઓ હારી જશે. આ તેમના હતાશાભર્યા પ્રયાસો છે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ ED, CBI જેવી તમામ એજન્સીઓ સક્રિય થશે.
બીજેપીએ દિલ્હીમાં AAP પાર્ટી ઓફિસની બહાર પ્રદર્શન કર્યું. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કેજરીવાલ ભ્રષ્ટ છે એવાં પોસ્ટરો લઈને ભાજપના કાર્યકરો પોસ્ટરો સાથે રસ્તા પર ઊતરી આવ્યા. વિરોધીઓની માગ છે કે કેજરીવાલે સીએમપદ પરથી રાજીનામું આપવું જોઈએ.