Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીને ICC વન-ડે ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો છે. વિરાટની સાથે ભારતના શુભમન ગિલ, મોહમ્મદ શમી અને ન્યુઝીલેન્ડના ડેરીલ મિશેલ પણ આ અવોર્ડની રેસમાં હતા. વિરાટને ચોથી વખત આ અવોર્ડ મળ્યો છે. આ પહેલા તે 2012, 2017 અને 2018માં વન-ડે ક્રિકેટર ઓફ ધ યર પણ બન્યો હતો. વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ ક્રિકેટર ઓફ ધ યર બન્યા.

27 વન-ડેમાં 1377 રન બનાવ્યા
વિરાટે વર્ષ 2023માં 27 વન-ડે મેચમાં 1377 રન બનાવ્યા હતા. જેમાં 6 સદી અને 8 અડધી સદી સામેલ છે. આ સિવાય તેણે 1 વિકેટ અને 12 કેચ પણ લીધા હતા.

વન-ડે વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો
2019ના અંતથી ઓગસ્ટ 2022 સુધી, વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો ન હતો. પરંતુ, 2023નું વર્ષ તેના નામે રહ્યું. ગયા વર્ષે, તેણે ભારતમાં આયોજિત વન-ડે વર્લ્ડ કપમાં પણ સારી બેટિંગ કરી હતી અને 11 ઇનિંગ્સમાં 765 રન બનાવ્યા હતા. આ માટે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ પસંદ કરવામાં આવ્યો હતો.

ICC વન-ડે ટીમ ઓફ ધ યર 2023માં પણ સામેલ
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તાજેતરમાં 2023 માટે ODI ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે. ભારતને ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડનાર કેપ્ટન રોહિત શર્માને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ભારતના કુલ 6 ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જ્યારે વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયામાં ટ્રેવિસ હેડ અને એડમ ઝામ્પાનો સમાવેશ થાય છે.