Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

16 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ તારીખને લઈને પંચાંગમાં ભેદ પણ છે. થોડાં પંચાંગમાં સૂર્યના રાશિ પરિવર્તનની તારીખ 15 ડિસેમ્બર જણાવવામાં આવે છે. ધન સંક્રાંતિ પછી મકર સંક્રાંતિ (14 જાન્યુઆરી 2023) સુધી માંગલિક કાર્યો થઈ શકશે નહીં. આ સમયને ધનુર્માસ કહેવામાં આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ધન રાશિના સ્વામી દેવ ગુરુ બૃહસ્પતિ છે, બૃહસ્પતિ સૂર્યના ગુરુ છે. તેમની રાશિમાં સૂર્યદેવ પ્રવેશ કરશે એટલે સૂર્ય હવે પોતાના ગુરુ બૃહસ્પતિના ઘરમાં રહેશે, તેમની સેવામાાં રહેશે.

ધનુર્માસમાં માંગલિક કાર્યો માટે શુભ મુહૂર્ત રહેતાં નથી
ધનુર્માસમાં લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન વગેરે માંગલિક કાર્યો માટે શુભ મુહૂર્ત રહેતાં નથી. આ દિવસોમાં મંત્ર જાપ, દાન, નદી સ્નાન અને તીર્થ દર્શન કરવાની પરંપરા છે. આ પરંપરાના કારણે ધનુર્માસના દિવસોમાં બધી પવિત્ર નદીઓમાં સ્નાન માટે ઘણાં લોકો પહોંચે છે. સાથે જ પૌરાણિક મહત્ત્વ ધરાવતાં મંદિરમાં ભક્તોની સંખ્યા વધી જાય છે.

સૂર્ય એકમાત્ર પ્રત્યેક્ષ દેવતા અને પંચદેવોમાંથી એક છે. કોઈપણ શુભ કામની શરૂઆતમાં ગણેશજી, શિવજી, વિષ્ણુજી, દેવી દુર્ગા અને સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. જ્યારે સૂર્ય પોતાના ગુરુની સેવામાં રહે છે ત્યારે આ ગ્રહની શક્તિ ઘટી જાય છે. સાથે જ, સૂર્યના કારણે ગુરુ ગ્રહનું બળ પણ ઘટી જાય છે. આ બંને ગ્રહોની નબળી સ્થિતિના કારણે માંગલિક કાર્યો કરવાની સલાહ આપવામાં આવતી નથી. લગ્ન સમયે સૂર્ય અને ગુરુ ગ્રહ સારી સ્થિતિમાં હોય તો લગ્ન સફળ થવાની શક્યતાઓ ઘણી વધારે રહે છે.