Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

25 વર્ષીય ક્રિકેટર રિષભ પંત શુક્રવારે સવારે એક માર્ગ અકસ્માતમાં માંડ-માંડ બચી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ઝોકું આવવાને કારણે સર્જાઈ હતી. તેની મર્સિડીઝ બેકાબું બનીને ડિવાઈડર સાથે અથડાઈ હતી, ત્યાર બાદ તેમાં આગ લાગી હતી અને પલટી ગઈ. અકસ્માત બાદ પંત સળગતી કારની બારી તોડીને બહાર નીકળ્યો હતો. તેને માથામાં, પીઠ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમની હાલત ખતરાની બહાર છે.

મેક્સ હોસ્પિટલે સાંજે મેડિકલ બુલેટિન જારી કરીને આ જાણકારી આપી હતી. હોસ્પિટલે કહ્યું હતું કે પંતના બ્રેઇન અને સ્પાઇનનો MRI રિપોર્ટ નોર્મલ આવ્યો છે. આજે તેમના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે. પીડા અને સોજાને કારણે પંતના ઘૂંટણ અને પગની ઘૂંટીની MRI મોકૂફ રાખવામાં આવી છે. આ બન્નેનો ટેસ્ટ આવતીકાલે લેવામાં આવશે.

PM મોદીએ પંતના માતા સાથે વાત કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંતના અકસ્માત પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે 'અકસ્માતમાં ક્રિકેટર રિષભ પંતની ઈજાથી હું દુઃખી છું. હું તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.' આ પછી PMએ પંતના માતા સાથે ફોન પર વાત કરી અને તેના સ્વાસ્થ્ય વિશે પણ પૂછપરછ કરી હતી.