Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

26 ઓગસ્ટે વિશ્વામિત્રી નદીમાં આવેલું વિનાશક પૂર ભવિષ્યમાં ન આવે તે માટે સરકાર દ્વારા ભારત સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી દ્વારા આજવા સરોવર, પ્રતાપ સરોવરમા પાણીની સંગ્રહ શકિત વધારવાની, આજવા સરોવરના 62 દરવાજાનું આધુનિકરણ કરવું, નદી ડાયવર્ટ કરવી અને ઊંડી કરવી, પહોળી કરીને વહન શક્તિ વધારવાની સંભવતઃ ભલામણ કરવામાં આવનાર છે. જોકે, આજવા સરોવર અને પ્રતાપ સરોવરને ઉંડુ કરવુ અને નદીને ડાયવર્ટ કરવી અશક્ય છે. ત્યારે, સરકાર દ્વારા વડોદરા શહેરને 24 કિલોમીટર લાંબી વિશ્વામિત્રી નદીના પૂરથી બચાવવા વિશ્વામિત્રી નદીને ઉંડી કરવાનો, પહોળી કરવાનો, શક્ય ત્યાં સીધી કરવાનો એક માત્ર વિકલ્પ છે. અલબત્ત 100 વર્ષ જુના આજવા સરોવરના 62 દરવાજા આધુનિકરણ કરવાનો નિર્ણય લેવામાં આવે તેમ કમિટી દ્વારા નવેમ્બર, 2024ના અંત સુધીમાં સરકારને રજૂ કરવામાં આવનાર અહેવાલ ઉપરથી સ્પષ્ટ લાગી રહ્યું છે.

વિશ્વામિત્રી નદી માટે બનાવવામાં આવેલી વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટીના અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ સચિવ બી. એન. નવલાવાલાએ જણાવ્યું હતું કે, "નદી એ માતા છે અને લોકમાતાને સ્વચ્છ રાખવી તે પ્રજાનું કર્તવ્ય છે. સરકારની સાથે પ્રજાએ પણ પોતાની જવાબદારી સમજવી પડશે" તોજ નદી માતા શહેરને બચાવશે. વાત રહી વિશ્વામિત્રીમા વિનાશક પૂર ન આવે તેની. તો વિશ્વામિત્રીની સમસ્યાનો ઉકેલ લાવવા સરકાર કટિબદ્ધ છે. સરકારે રૂપિયા 1200 કરોડ મંજૂર કર્યા છે. જરૂર પડે વધુ ફંડ પણ આપવા તૈયાર છે. વિશ્વામિત્રી અંગેનો રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. નવેમ્બર 2024 નાં અંતે કમિટી રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપવામા આવશે.