Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

માગશર મહિનાના વદ પક્ષની એકાદશી 19 ડિસેમ્બર, સોમવારે રહેશે. પુરાણોમાં તેને સફલા એકાદશી નામ આપવામાં આવ્યું છે. એટલે આ વ્રતને કરવાથી જલ્દી જ પુણ્ય મળી જાય છે. જેમાં સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યની કામના સાથે વ્રત રાખવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. મહાભારત કાળમાં યુધિષ્ઠિરે આ એકાદશીનું વ્રત કર્યું હતું.


દુઃખ અને દુર્ભાગ્યથી મુક્તિ આપનાર વ્રત
માન્યતા છે કે બધા પ્રકારના દુઃખ અને દુર્ભાગ્યથી મુક્તિ અપાવનાર સફલા એકાદશીનું વ્રત મહાભારત કાળમાં યુધિષ્ઠિરે પણ કર્યું હતું. એટલે વિધિ-વિધાન અને શ્રદ્ધા, વિશ્વાસ સાથે એકાદશી વ્રત અને પૂજા-પાઠ કરવાથી ભગવાન વિષ્ણુ ઝડપથી પોતાના ભક્તો ઉપર પ્રસન્ન થઈને બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.

પૂજા વિધિ અને નિયમ

સફલા એકાદશીના વ્રતને સફળ બનાવવવા માટે આ રીતે પૂજા કરો
વ્રતની પૂજા કરતા પહેલાં ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરો.
પીળા કપડા પહેરીને ભગવાન વિષ્ણુને ગાયના દૂધથી, પછી શંખમાં ગંગાજળ ભરીને સ્નાન કરાવો.
ભગવાન વિષ્ણુને પીળા કપડાં પહેરાવો અને ધૂપ, દીપ પ્રગટાવીને પૂજા કરો.
પૂજામાં પીળા ફૂલ, ફળ અને પીળા ચંદનથી તેમનો શ્રૃંગાર કરી તેમને તુલસી મિશ્રિત પંચામૃત અર્પણ કરો.
પૂજા કરતી સમયે આ મંત્રનો જાપ કરો
ૐ નમો ભગવતે વાસુદેવાય
ૐ હ્રીં શ્રીં લક્ષ્મીવાસુદેવાય નમઃ
ૐ નમો નારાયણ