સમયાંતરે જળ-વાયુ પરિવર્તનના કારણે હવામાનમાં પણ બદલાવ આવી રહ્યો છે. જેના કારણે પૃથ્વીની સપાટી ગરમ થતી જાય છે. તેનાથી બચવા માટે હવે જમીનની નીચે ઘર બનાવવાનું વિચારી શકાય છે. વાસ્તવમાં ભૂગર્ભમાં રહેવું ન માત્ર સંભવ છે, પરંતુ માણસો અને પ્રાણીઓ માટે પણ એક ઇતિહાસ બની શકે છે.
આજે પણ દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં ઓપલ માઇનિંગ નગર કૂબર પેડીની 60% વસ્તી ભૂગર્ભમાં રહે છે. ઉનાળામાં 52 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને શિયાળામાં 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઠંડું હોવા છતાં પણ જમીનની નીચેનું તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર રહે છે. જ્યાં એક તરફ વધતા તાપમાનને કારણે પૃથ્વીની સપાટી પર રહેવું મુશ્કેલ બની જાય છે, તો બીજી તરફ આ લોકોએ જમીનની નીચે ખૂબ જ આરામદાયક સેટઅપ બનાવ્યા છે.
લોન્જ અને સ્વિમિંગ પૂલ સિવાય તેમાં બીજી ઘણી વસ્તુઓ બનાવવામાં આવી છે. જમીનની અંદરનું વાતાવરણ લોકો માટે અનુકૂળ બનાવવા માટે કુદરતી હવા, પ્રકાશ હોવા જરૂરી છે. જળ-વાયુ પરિવર્તનના કારણે ઈરાન, પાકિસ્તાન અને ભારતના ભાગો ખતરનાક રીતે તપી રહ્યા છે. બીજી તરફ તાપમાનમાં વધારાને કારણે પૃથ્વી 12 મીમી સુધી વિસ્તરી શકે છે. આ ધીમે ધીમે ઇમારતોને માળખાકીય નુકસાન તરફ દોરી શકે છે. જો તાપમાન આમ જ વધતું રહેશે તો કદાચ આપણે ગગનચુંબી ઈમારતોને બદલે ભૂગર્ભ બંકરો બનાવવાનું વિચારવું પડશે. આ સમસ્યાનો સામનો કરવા માટે આ એક સારો ઉકેલ હોઈ શકે છે.