ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગરના તત્કાલીન સભ્ય સચિવ અને હાલમાં પોરબંદર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં સિનીયર એન્વાયર્મેન્ટ એન્જિનિયર અનિલકુમાર વસંતલાલ શાહ વિરુદ્ધ એસીબીએ રૂ.3.57 કરોડની અપ્રમાણસર મિલ્કત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અપ્રમાણસર મિલ્કત અંગેની ઘણી ફરિયાદો મળી
એસીબીને અનિલકુમાર શાહ અંગે અપ્રમાણસર મિલ્કત અંગેની ઘણી ફરિયાદો મળી હતી. જેના આધારે એસીબીએ છેલ્લા 6 મહિના સુધી તપાસ હાધ ધરી રૂ.3.57 કરોડની અપ્રમાણસર મિલકત હોવાનું પ્રકાશમાં આવતા ફરિયાદ નોંધી છે. અને વસંતકુમારને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. એસીબીને ફરિયાદ મળી હતી કે, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના તત્કાલિન સભ્ય સચિવ અને હાલમાં પોરબંદર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં સિનિયર એન્વાયર્મેન્ટ એન્જીનીયર વસંતકુમાર શાહ પાસે અપ્રમાણસર મિલ્કતો છે.
જે અંગે એસીબીએ તપાસ હાથ ધરતા વસંતકુમાર પાસે ફરજના ભાગરૂપે મળતા પગાર અને ભથ્થાની કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણિક રીતે ભ્રષ્ટ્રાચાર કરી કરોડો રૂપિયાની જમીનો પોતાના તેમજ પરિવાના સભ્યોના નામે ખરીદી કરી છે. અનિલકુમારે 1 એપ્રિલ 2006 થી 31 માર્ચ 2020 ના ચેક પિરીયડ દરમ્યાન પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે ભ્રષ્ટ્રાચાર કર્યો હતો. ચેક પિરીયડના સમયગાળા દરમ્યાન કાયદેસર આવક કરતા કુલ રૂ.3.57 કરોડ અપ્રમાણસર મિલ્કતો વસાવી છે.