Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)એ 2023માં ગ્લોબલ ઈકોનોમી ગ્રોથ માટેનું અનુમાન જાહેર કર્યું છે. આમાં ભારતના ઈકોનોમી ગ્રોથના અનુમાનમાં ફરી એક વખત ઘટાડો કરવામાં આવ્યો છે. IMFએ હાલના અનુમાનમાં 0.60%નો ઘટાડો કરી નાણાકીય વર્ષ 2023 માટે દેશનો GDP ગ્રોથ 6.8% રહેવાનું અનુમાન લગાવ્યું છે.


રાહતની વાતએ છે કે નાણાકીય વર્ષ 2024માં ભારતના GDP ગ્રોથના અનુમાનમાં બદવાલ ન કરતા તેને 6.1% રાખવામાં આવ્યું છે. અગાઉ જુલાઈમાં, IMFએ નાણાકીય વર્ષ 2023 અને 2024 માટે ભારતના જીડીપી વૃદ્ધિના અનુમાનમાં 0.80% ઘટાડો કર્યો હતો.

રશિયા-યુક્રેન યુદ્ધ અને કોરોના પણ નીચી વૃદ્ધિના કારણો
IMFએ 2023 માટે ગ્લોબલ ઈકોનામી ગ્રોથનું અનુમાન ઘટાડ્યું છે. એજન્સીએ ગ્લોબલ ઈકોનામીના નીચા ગ્રોથ માટે રશિયા-યુક્રેન યુદ્ધ, આર્થિક મંદી, કોરોના મહામારીની અસર અને વધતા વ્યાજ દરને કારણ ગણાવ્યું છે.

IMF અનુસાર, આવતા વર્ષે ગ્લોબલ ઈકોનામી ગ્રોથ રેટ 2.7% રહેવાની સંભાવના છે. આ પહેલા જુલાઈમાં 2.9% રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આ વર્ષ માટે, વૈશ્વિક અર્થતંત્રનો વિકાસ દર 3.2% રહેવાનો અંદાજ છે. ગયા નાણાકીય વર્ષમાં વૈશ્વિક વિકાસ દર 6% હતો.