Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દિલ્હીની સફદરગંજ હોસ્પિટલના ICUમાં 17 વર્ષની એક છોકરી દાખલ છે, ચહેરો ઢાંકેલો છે, કારણ કે 5 દિવસ પહેલાં 14 ડિસેમ્બરના રોજ તેના જ વિસ્તારના બે છોકરાએ તેના પર એસિડ ફેંક્યું હતું. ત્યારથી તે ICUમાં છે, જોકે તેની તબિયત પહેલાં કરતાં સારી છે.

માતા-પિતાની જિંદગી હવે હોસ્પિટલની બેંચ અથવા ICUના દરવાજા સામે પસાર થઈ રહી છે. દીકરીને મળવાનો ટાઈમ આવે છે તો હિંમત કરવી પડી છે. દીકરીને જોતાં જ માતાની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે, પિતા પોતાની જાતને સંભાળે છે અને હિંમત આપતા કહે છે - 'જો દીકરીની સામે રડીશ નહીં...'

સંબંધી અને મિત્રો આવે છે, પરંતુ હાલ માતા-પિતા સિવાય કોઈને મળવાની પરવાનગી નથી. છોકરીની સિક્યોરિટી માટે ICUની બહાર એક પોલીસકર્મી તહેનાત છે. જ્યારે પણ માતા-પિતા ICUમાં પોતાની દીકરીને મળીને બહાર આવે છે ત્યારે તેઓ ભગવાનને યાદ કરે છે અને પ્રાર્થના કરે છે.

તે ખુશ છે કે દીકરી આટલા દિવસો પછી બોલી શકી છે. પિતા લગભગ ચિચિયારીના અંદાજમાં કહે છે, 'કહેતો હતી, પપ્પા હું જલદી સારી થઈ જઈશ.' આ ખુશી થોડી ક્ષણો માટે રહે છે અને ઉદાસી તેમને ફરી ઘેરી લે છે. દીકરીના ભવિષ્યની ચિંતા તેમના ચહેરા પર જોવા મળે છે.

સુપ્રિયા દિલ્હીના દ્વારકામાં મોહન ગાર્ડન વિસ્તારમાં રહે છે. તેના પિતા 14 ડિસેમ્બરનો દિવસ યાદ કરીને જણાવે છે કે બંને દીકરી 17 વર્ષની સુપ્રિયા અને 13 વર્ષની પ્રિયા સવારે 7.30 વાગ્યે ઘરે સ્કૂલ જવા માટે નીકળી હતી. સુપ્રિયાનું પ્રી-બોર્ડ માટે હિસ્ટ્રીનું પેપર હતું. થોડીવાર પછી નાની દીકરી દોડતી આવી અને કહ્યું કે કોઈએ દીદીના ચહેરા પર કંઈક ફેંકી દીધું છે.

આજે પણ આ વાત કહેતાં પિતા ધ્રૂજવા લાગે છે. કહે છે- 'હું ત્યાં પહોંચ્યો ત્યાં સુધીમાં લોકોએ દીકરીના ચહેરા પર પાણી રેડી દીધું હતું. આનાથી એસિડની અસર ઓછી થઈ, પરંતુ તેમ છતાં ધુમાડો નીકળતો હતો. હું ગભરાઈ ગયો હતો. મેં તરત જ દીકરીને બાઇક પર બેસાડીને એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો, ત્યાંથી દીનદયાળ હોસ્પિટલમાં મોકલવામાં આવી. બાદમાં તેમણે સફદરજંગ હોસ્પિટલ ખાતે રીફર કરી.

નાની બહેનને કહ્યું - હું દરેક ઈન્જેક્શન ગણી રહી છું, અત્યારસુધીમાં 17 થયાં છે
આ સમગ્ર ઘટના યુવતીની નાની બહેન પ્રિયાની સામે બની હતી. પ્રિયા અત્યારે ખૂબ જ ડરી ગઈ છે. જો કે શુક્રવારે પ્રિયા તેની બહેનને ICUમાં મળી હતી. તેનાં માતા-પિતાએ તેને પહેલેથી જ સમજાવી દીધું હતું કે દીદીની સામે સંભાળજે, બિલકુલ રડતી નહીં.

પ્રિયા કેમેરા સામે આવવા માટે સંમત ન થઈ, પરંતુ તેણે કહ્યું કે જ્યારે હું દીદીને મળવા માટે ICUમાં ગઈ ત્યારે તેને હોશ આવી ગયો હતો. મેં તેને જોતાંની સાથે જ કહ્યું- 'હું તમારા માટે ખૂબ રડતી હતી અને તમે અહીં હોસ્પિટલના બેડ પર આરામથી સૂઈ રહ્યાં છો.'

સુપ્રિયાએ જવાબ આપ્યો- 'હું આરામથી સૂતી નથી. ઇન્જેક્શન આપવામાં આવે છે, ખૂબ જ તકલીફ થાય છે.

પ્રિયાએ કહ્યું- 'ત્રણ દિવસમાં ત્રણ ઇન્જેક્શન આપ્યાં હશે.'

સુપ્રિયાએ જવાબ આપતાં કહ્યું- 'હું દરેક ઈન્જેક્શનની ગણતરી કરી રહી છું. અત્યારસુધીમાં 17 આપવામાં આવ્યાં છે. આગળ પણ ખબર નથી કેટલાં આપશે.

એસિડ-એટેકથી સુપ્રિયાનો ચહેરો મોટા ભાગે બચી ગયો છે, પરંતુ તેની આંખોને હજુ પણ નુકસાન થવાનું જોખમ છે. ડોક્ટરોનું કહેવું છે કે સુપ્રિયાની આંખો બચી જશે, પરંતુ નુકસાન થશે.

સુપ્રિયા પર એસિડ ફેંકનારા છોકરાઓ તેમના વિસ્તારમાં રહેતા હતા. પિતાએ સ્વીકાર્યું કે તેને તેની સાથે મિત્રતા હતી. સુપ્રિયાની માતા કહે છે- 'દીકરીએ ક્યારેય પોતાનો ડર વ્યક્ત કર્યો નહોતો, પરંતુ તેના પિતાને છોકરા વિશે જણાવ્યું હતું, પછી તેમણે તે છોકરાને પણ સમજાવ્યું હતું.'

પોલીસે એસિડ હુમલાના આરોપી ત્રણ છોકરાની ધરપકડ કરી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ફ્લિપકાર્ટ દ્વારા એસિડ ખરીદ્યું હતું. આ મામલે દિલ્હી પોલીસે ફ્લિપકાર્ટને નોટિસ મોકલી છે.

મુખ્ય આરોપી સચિન અરોરા 20 વર્ષનો છે અને તે દીવાલ પર વોલપેપર લગાવવાનું કામ કરતો હતો. તેનો પાર્ટનર હર્ષિત અગ્રવાલ 19 વર્ષનો છે, તે એક કંપનીમાં પેકિંગનું કામ કરતો હતો. ત્રીજો આરોપી વિરેન્દ્ર સિંહ 22 વર્ષનો છે અને તે જનરેટર મિકેનિક છે. 17 ડિસેમ્બરે કોર્ટે ત્રણેયને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.