Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કોરોનાને કારણે ચીનમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. બ્લૂમબર્ગે ચીનના નેશનલ હેલ્થ કમિશનને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે અહીં 24 કલાકમાં 3 કરોડ 70 લાખ કેસ નોંધાયા છે. જોકે, સત્તાવાર આંકડામાં આ દિવસે માત્ર 3 હજાર કેસ નોંધાયા હોવાનું જણાવાયું હતું. રિપોર્ટ અનુસાર આ મહિનાના શરુઆતના 20 દિવસમાં 24 કરોડ 80 લાખ લોકો સંક્રમિત થયા છે. આ પહેલા જાન્યુઆરીમાં એક દિવસમાં 40 લાખ કોરોના દર્દીઓ મળી આવ્યા હતા.


ચીન અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પર નજર રાખનાર હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ જેનિફર ઝેંગે એક વીડિયો પોસ્ટ કર્યો છે. રસ્તાઓ પર દોરડા બાંધીને લોકોને બોટલો ચઢાવવામાં આવી રહી હોવાનું જોવા મળે છે. હોસ્પિટલોમાં બેડના અભાવે આમ કરાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે પણ આવી જ એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં ચીનમાં ક્લાસરૂમમાં અભ્યાસ કરતી વખતે બાળકોને બોટલ ચઢાવવામાં આવતા જોવા મળ્યા હતા.

ચીનમાં મૃતદેહોને કન્ટેનરમાં એકત્રિત કરવામાં આવી રહ્યા છે. બેઇજિંગના સૌથી મોટા સ્મશાનગૃહમાં 24 કલાક અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. લોકો વાહનોમાં મૃતદેહો લઈને સ્મશાનની બહાર લાંબી કતારોમાં ઉભા છે.
ચીનમાં દવાઓની પણ અછત છે. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF) અનુસાર, અહીંના લોકો કોવિડ વિરોધી દવાઓ ઓનલાઈન શોધી રહ્યા છે. ભારતમાં બનતી જેનરિક એન્ટી વાઈરલ દવાની ઘણી માંગ છે.
ચીનમાં ફેલાયેલો BF.7 વેરિયન્ટ ભારત સહિત વિશ્વના 91 દેશોમાં ફેલાઈ ગયો છે. સ્ક્રિપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર, આ વેરિયન્ટ છેલ્લા બે વર્ષથી છે. જોકે હવે તે ખતરનાક બની ગયો છે.