Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આર્ટફેક્ટ્સનો બિઝનેસ વૈશ્વિક સ્તરે ઝડપી વધી રહ્યો છે. કેટલાક વર્ષોથી વિશ્વભરના ધનિકોની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે આ પ્રકારની પ્રોડક્ટની માગ ઝડપી ખુલી છે. હાઈ-એન્ડ પ્રોપર્ટી, ઓટોમોબાઈલ અને આર્ટની ખરીદીમાં થયેલા વધારા પરથી આનો અંદાજ લગાવી શકાય છે. છેલ્લા પાંચ વર્ષમાં 10 લાખ ડોલરથી વધુની કિંમતની આર્ટવર્કના વેચાણમાં તીવ્ર વધારો થયો છે જે લગભગ 8.26 કરોડ રૂપિયા છે. આર્ટવર્કના ક્ષેત્રમાં સંશોધન કરતી લંડન સ્થિત રિસર્ચ ફર્મ આર્ટ ટેક્ટિક અને ઓક્શન હાઉસ સોથેબીના સંયુક્ત રિપોર્ટમાંથી આ માહિતી મળી છે.


વૈશ્વિક સ્તરે ધનિકોની સંખ્યામાં વધારો થવા ઉપરાંત ગ્રાહકો દ્વારા આર્ટ પ્રત્યેનો વધી રહેલો પ્રેમ અને ખરીદ ક્ષમતામાં વધારો આ સેગમેન્ટને વેગ આપવાનું મુખ્ય કારણ રહ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સમકાલીન, પ્રભાવવાદી, આધુનિક, ન્યુ માસ્ટર્સ અને પરંપરાગત ચાઇનીઝ કલાના વેચાણનું વિશ્વના ત્રણ મુખ્ય હરાજી ગૃહો - સોથેબીઝ, ક્રિસ્ટીઝ અને ફિલિપ્સમાં વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સરખામણીમાં ઉચ્ચ સ્તરીય ગૌણ બજારનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાક ખાનગી અને અપ્રગટ ડીલનો પણ પ્રથમ વખત રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે 2018 દરમિયાન, આ ત્રણ હરાજી ગૃહોએ 1 મિલિયન ડોલરથી વધુની કિંમતની કલાના વેચાણથી $744 મિલિયન (રૂ. 61477 કરોડ)ની કમાણી કરી હતી.