Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશભરમાં આઈએએસ અને આઈપીએસનાં 2300થી વધુ પદ ખાલી છે. દેશમાં એવું એક પણ રાજ્ય નથી જ્યાં આ બંને માટે મંજૂર પદો માટે વેકેન્સી ન હોય. આઈએએસનાં કુલ 1472 અને આઈપીએસનાં 864 પદ ખાલી છે. કાર્મિક, લોકફરિયાદ તથા પેન્શન મંત્રાલય દ્વારા મળેલી માહિતી અનુસાર દેશભરમાં આઈએએસનાં કુલ મંજૂર પદ 6789 છે જ્યારે આઈપીએસ માટે મંજૂર પદ 4984 છે.

મંત્રાલયનાં સૂત્રોએ કહ્યું કે આ ઉચ્ચ અધિકારીઓની અછતને કારણે જુદાં જુદાં રાજ્યોમાં વહીવટી અને કાયદો-વ્યવસ્થા સંચાલનમાં તકલીફ પડે છે. ખાલી પદોને ન ભરવાથી વહીવટી કામમાં વિલંબ થાય છે. વર્તમાનમાં અનેક રાજ્યો એવાં છે જેમાં એક આઈએએસ અધિકારી પર અનેક વિભાગોની જવાબદારી છે એટલા માટે કોઈ ને કોઈ વિભાગ એવો રહી જાય છે જ્યાં અપેક્ષા અનુસાર કામ થતાં નથી. ખાસ કરીને અધિકારીઓ રજા પર હોવા કે બીમાર હોવાની સ્થિતિમાં પેન્ડિંગ ફાઈલોની સંખ્યા વધી જાય છે. અનેકવાર સમયસર નિર્ણય ન થવાથી અનેક યોજનાઓ અટકી જાય છે.

કેન્દ્ર-રાજ્યો વચ્ચે પણ અધિકારીઓ અંગે વિવાદ કેન્દ્ર સરકાર અને આઈએએસ અધિકારીઓની બદલીના સંબંધમાં નિયમોમાં ફેરફાર અંગે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે વિવાદ પણ છે. કેન્દ્ર એવો આરોપ મૂકે છે કે રાજ્ય કેન્દ્રમાં નિમણૂક થતા આઈએએસ અધિકારીઓને મોકલવામાં આનાકાની કરે છે. તેનાથી કામકાજ પ્રભાવિત થાય છે. કેન્દ્ર દ્વારા કોઈ અધિકારીની નિમણૂક માગવામાં આવતા તેને રાજ્યમાં કાર્યમુક્ત કરવા ફરજિયાત કરવાનો નિયમ પ્રસ્તાવિત કરાયો છે. કેન્દ્ર કહે છે કે રાજ્યોથી કેન્દ્રમાં નિમણૂક પર આવતા અધિકારીઓની સંખ્યા સતત ઘટતી જઈ રહી છે.