અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે આઈપીએલની KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. ત્યારે પોતાની ટીમને સપોર્ટ કરવા સોમવારે અમદાવાદ આવેલા બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનને લૂ લાગી જતાં આજે બપોરે KD હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે શાહરૂખ ખાન હજુ પણ હોસ્પિટલમાં જ એડમિટ છે. કેડી હોસ્પિટલમાં 8માં માળે આવેલા VIP રૂમમાં રાખવામાં આવ્યો છે. જ્યાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ હાલ ઓબ્ઝર્વેશન હેઠળ છે. કેડી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા શાહરૂખ ખાનની સંભાળ લવાઈ રહી છે. આ મામલે હોસ્પિટલ મેનેજમેન્ટ કંઈપણ કહેવા તૈયાર નથી. હોસ્પિટલમાં આવતા તમામ લોકો અને સ્ટાફનું ચેકિંગ કરીને જ હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આવે છે.
તમામ રિપોર્ટ નોર્મલ, આખી રાત ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે
શાહરુખ ખાનના મેડિકલ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે. તેને આજે(22 મે) રાત્રે અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. હાલ શાહરુખ ખાન સાથે હોસ્પિટલમાં તેની પત્ની ગૌરીખાન અને દીકરી સુહાના ખાન હાજર છે. તેને 23મેની વહેલી સવારે ડિસ્ચાર્જ કરવામાં આવે એવી શક્યતા છે. ગઈકાલે ITCમાં દીકરી સુહનાનો બર્થ ડે અને જીતનો જશ્ન મનાવ્યો હતો.