પાકિસ્તાનમાં સામાજિક રીતે તલાકને અયોગ્ય માનવામાં આવે છે, પરંતુ હવે પુરુષોની તુલનાએ મહિલા વધુ તલાક માંગી રહી છે. તેની પાછળનું કારણ સમાજમાં મહિલાઓનું વધતું સશક્તીકરણ છે. મહિલા વૈવાહિક જીવનમાં પોતાનું અપમાન સહન કરવા તૈયાર નથી.
પતિનો દુર્વ્યવહાર, માનસિક સ્વાસ્થ્ય પણ તલાકનું કારણ છે. ગેલપ અને ગિલાની દ્વારા કરાયેલા એક સરવેમાં પાકિસ્તાનના લોકો અનુસાર છેલ્લા એક દાયકામાં તલાકના કેસમાં 58%નો વધારો થયો છે. સરવે અનુસાર 5માંથી 2ના મતે તલાકના મોટા ભાગના કેસમાં સાસરી પક્ષ જવાબદાર હતો.
પરંતુ, પાકિસ્તાનમાં તલાકનું મોનિટરિંગ કરવા માટે કાયદાકીય માન્યતા પ્રાપ્ત બંધારણીય એજન્સી નથી. તલાક સંબંધિત નિયમ શરિયા અથવા ઇસ્લામી કાનૂન દ્વારા નક્કી કરાય છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાનમાં મહિલા પોતાના તલાક માટે અરજી કરી શકતી નથી, પરંતુ પતિ વગર સહમતિના શરિયા અંતર્ગત લગ્ન તોડી શકે છે. તેને ‘ખુલા’ કહેવાય છે. તેમાં પારિવારિક અદાલત દ્વારા મધ્યસ્થતા કરાય છે.