અમેરિકામાં દર પાંચમાંથી એક બાળક સ્કૂલના હોમવર્કમાં ચેટજીપીટીનો સહારો લે છે. તાજેતરમાં પ્યૂ રિસર્ચ દ્વારા 13થી 17 વયનાં બાળકો પર હાથ ધરાયેલા સરવેમાં આ માહિતી સામે આવી છે. સરવે મુજબ મોટા ભાગના કિશોરો ચેટજીપીટીથી સંપૂર્ણ માહિતગાર છે.
ચેટજીપીટી વિશે જાણતા કિશોરોમાંથી 19 ટકાએ કહ્યું કે સ્કૂલના હોમવર્કમાં તેનો ઉપયોગ કરીએ છીએ. તમામ અમેરિકી કિશોરોમાં 13 ટકાને હોમવર્કમાં જેનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (એઆઈ) ચેટબોટનો ઉપયોગ કર્યો છે. ગયા વર્ષે ચેટની રજૂઆતથી શાળાઓમાં તેની ભૂમિકા વિશે ઘણી ચર્ચા થઈ હતી. ખાસ કરીને તે મુદ્દે ચર્ચા થઈ હતી કે શાળાઓએ આ નવી ટેક્નોલોજીનો શિક્ષણનાં સાધનો તરીકે સમાવેશ કરવો જોઈએ કે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.