બાંગ્લાદેશના પૂર્વ મંત્રી બ્રિટનમાં લગભગ બે હજાર કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. સૈફુઝ્ઝમાં ચૌધરીએ જાન્યુઆરી 2024 સુધી પાંચ વર્ષ મંત્રી તરીકે સેવા આપી હતી. 2016થી તેમની માલિકીની કંપનીઓએ બ્રિટનના રિયલ એસ્ટેટમાં 350થી વધુ મિલકતો વસાવી છે.
આ મિલકતોમાં સેન્ટ્રલ લંડનમાં લક્ઝરી એપાર્ટમેન્ટ્સ, બ્રિટનમાં બાંગ્લાદેશી સમુદાયના સૌથી મોટો રહેણાક વિસ્તાર ટાવર હેમલેટ્સમાં ઘર અને લિવરપૂલમાં વિદ્યાર્થી આવાસનો સમાવેશ થાય છે.
અમેરિકાના મેનહટનમાં ચૌધરીની મિલકતો છે, ડિસેમ્બરમાં ચૂંટણી પહેલાં ચૌધરીએ તેમની કુલ સંપત્તિ લગભગ 20 કરોડ રૂપિયા અને તેમની પત્ની રુખમિલા જામની લગભગ 8 કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું હતું. રાજ્યમંત્રી તરીકે તેમનો 2022-23નો પગાર આશરે રૂ. 10 લાખ છે.