ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારે બે કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા પાછા લઈ લેવામાં આવ્યા છે. મહેસુલ વિભાગનો હવાલો રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી હવાલો લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને MLA લલિત કગથરાએ ભાજપ પર તીખા પ્રહાર કરતા મીડિયાને જણાવ્યું હતું કે, રાજેન્દ્ર ત્રિવેદી ડાયરેક્ટ પ્રજાનું કામ કરતા એ ભાજપને ન ગમ્યું એટલે સત્તા છીનવાઈ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષોના પ્રશ્ન નું નિરાકરણ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા થતું હતું. ખેડૂતોના ગામડાના વાડાના પ્રશ્નોનું પણ નિરાકરણ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. હું તેનો સાક્ષી છું. હું કૌશિક પટેલની ચેમ્બરમાં નથી ગયો. રાજેન્દ્ર ત્રિવેદી વિપક્ષના પ્રશ્નોનું પણ નિરાકરણ કર્યું છે. જેનો હું સાક્ષી છુ. નાયક સ્વરૂપે રાજેન્દ્ર ત્રિવેદી પ્રજાના કામ કરતા હતા.