Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અંબિકા ટાઉનશિપ, ગોલ નેસ્ટમાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી બે વર્ષની પુત્રી સાથે માવતરે રહેતા નિધિબેને કાલાવડ રોડ, ક્રિસ્ટલ મોલ પાછળ, શાંતિવન એપાર્ટમેન્ટમાં રહેતા પતિ સની દીપકભાઇ ગોવાણી, સાસુ જયશ્રીબેન, કાકાજી અતુલભાઇ વલ્લભભાઇ ગોવાણી, મામાજી ભૂપતભાઇ કાલરિયા, મામીજી ઇલાબેન, ફઇજી શોભનાબેન સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બીબીએ સુધીનો અભ્યાસ કરનાર નિધિબેનની ફરિયાદ મુજબ, તેના લગ્ન 2017માં સની સાથે થયા છે. લગ્નના ચાર-પાંચ દિવસ બાદ જ પતિએ કરિયાવર બાબતે મેણાં મારી પિયરથી કરિયાવર લઇ આવવા દબાણ કરતા હતા અને તારા મા-બાપે તને કોઇ સંસ્કાર આપ્યા નથી, તમે ગામડિયા છો કહી ઝઘડો કરતા હતા. સાસુ પણ મેણાં મારી પોતાના પર હાથ ઉઠાવી લેતા હતા. બાદમાં પતિને પોતાના વિરુદ્ધની વાત કરાવી બળજબરીથી સાસુ પાસે પતિ માફી મગાવડાવતા હતા. જ્યારે જ્યારે ઘરમાં પતિ, સાસુ સાથે ઝઘડા થતા ત્યારે કાકાજી સમજાવવાને બદલે તેમના પરિવારની તરફેણ કરી તારે જ બધું સહન કરવું પડશે, આવી રીતે જ ઘર સંસાર ચલાવવો પડશે.

દરમિયાન પોતે દીકરીને જન્મ આપતા પતિ, સાસુ સહિતનાઓએ વધુ ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. પોતાને બળજબરીથી પિયર જવા માટે પણ દબાણ કરતા હતા. પરંતુ પોતે પિયર જતી નહિ ત્યારે પતિ અને સાસુ પોતાને તેમજ દીકરીને ઘરે એકલા મૂકીને બહાર જતા રહેતા હતા. પોતે ઘરનું સભ્ય ન હોય તેવો વ્યવહાર કરી ઝઘડો કરતા હતા.