અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનને એક વર્ષ વીતી જવા છતાં મહિલાઓના શિક્ષણ માટે કારગત પગલાં લેવાયા નથી. અેવામાં અફઘાની મહિલા અધિકાર કાર્યકરોએ એક લાઈબ્રેરીની શરૂઆત કરી છે. તેનો ઉદ્દેશ્ય શિક્ષણ અને તેમના મૂળભૂત અધિકારોથી વંચિત મહિલાઓને ફરી શિક્ષણ તરફ આકર્ષિત કરવાનો છે. તાલિબાને નિયમ બનાવ્યો છે કે મહિલાઓએ કોઈ પુરુષ સંબંધી વિના ઘરની બહાર ન નીકળવું જોઇએ. સાથે જ પોતાનો ચહેરો પણ ઢાંકવો જોઈએ. તાલિબાન છોકરીઓ માટે માધ્યમિક સ્કૂલ શરૂ કરવાના તેવા વાયદાથી પણ ફરી ગયું છે. જેના બાદથી છોકરીઓ માટે માધ્યમિક સ્કૂલ મોટાપાયે બંધ છે. લાઈબ્રેરી શરૂ કરનારી મહિલાઓમાંથી એક જુલિયા પારસીએ કહ્યું કે લાઈબ્રેરી શરૂ કરવાના બે ઉદ્દેશ્ય છે. પ્રથમ - જે છોકરીઓ શાળા-કોલેજ જઇ શકતી નથી તેમના માટે, બીજો - એ મહિલાઓ માટે જેમણે પોતાની નોકરી ગુમાવી છે. લાઈબ્રેરીમાં 1000થી વધુ પુસ્તકો છે. તેમાં રાજકારણ, વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર ઉપરાંત કહાણીઓના પુસ્તકો અને ઉપન્યાસ પણ સામેલ છે. લાઈબ્રેરીમાં મોટાભાગના પુસ્તકો શિક્ષકો, કવિઓ અને લેખકો તરફથી આવ્યા છે. તેમણે આ પુસ્તકો ક્રિસ્ટલ બાયત ફાઉન્ડેનને દાન કર્યા હતા. આ ફાઉન્ડેશને લાઈબ્રેરી શરૂ કરવામાં મદદ કરી. જ્યારે ગત થોડાક મહિનામાં દેખાવોમાં ભાગ લેનારી મહિલા કાર્યકરોએ પણ તેમાં મદદ કરી. તેના પછી મોલમાં એક ભાડાની દુકાનમાં લાઈબ્રેરી શરૂ કરાઈ. બીજી બાજુ તાલિબાને લગભગ એક વર્ષ પછી અફઘાનમાં ફિલ્મોના પ્રદર્શન માટે ચાલુ મહિને મંજૂરી આપી હતી.કુલ 37 ફિલ્મો રિલીઝ કરાશે. અબ્દુલ સબોર નામના એક ફિલ્મ કલાકારે આ પગલાનું સ્વાગત કર્યું હતું પણ તેમનું માનવું છે કે આ ફિલ્મોમાં અફઘાની મહિલાના પાત્રોની ભૂમિકા કાં તો મર્યાદિત છે કાં નહિંવત પ્રમાણમાં છે.