ચીનમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો કોઈ અથડામણ કે વિરોધનો નથી. વીડિયોમાં પૂરપાટ ઝડપે આવેલી કારે લોકોની કચડી નાખતા જોઈ શકાય છે. આ દરમિયાન 5 લોકોનાં મોત થયાં હતાં અને 13 લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ કેસમાં કાર-ડ્રાઈવર 22 વર્ષીય યુવકની ધરપકડ કરી છે.
ગ્વાંગઝૂ શહેરમાં ગુરુવારે આ ઘટના બની હતી. એનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાળા રંગની કાર પૂરપાટ ઝડપે લોકોને કચડી રહી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર, લોકોને કચડી નાખ્યા બાદ ડ્રાઈવર બારીમાંથી નોટો ફેંકતો પણ જોવા મળ્યો હતો.