ગઈકાલે રમાયેલી ફિફા વર્લ્ડ કપ 2022ના પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં ફ્રાંસે પોલેન્ડને 3-1થી હરાવ્યું હતું. આ સાથે જ ફ્રાંસ ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે. પોલેન્ડનો વર્લ્ડ કપમાં અહીં જ સફર ખત્મ થઈ ગયું છે. ફ્રાંસની તરફથી ઓલિવિયર ગેરાર્ડે 44મી મિનિટે ગોલ માર્યો હતો. તો કાઇલિયન એમ્બાપેએ બે ગોલ માર્યો હતો. તેણે મેચની 74મી અને 91મી મિનિટે ગોલ ફટકાર્યો હતો. પોલેન્ડના રોબર્ટ લેવાનડેવોસ્કીએ 90+7મી મિનિટે પેનલ્ટીથી એકમાત્ર ગોલ કર્યો હતો.
પહેલા હાફની ઠીક પહેલા ગેરાર્ડે ગોલ કર્યો
ફ્રાંસના ઓલિવિયર ગેરાર્ડે વર્લ્ડ કપમાં ફ્રાંસ માટે ચમત્કાર કરી દીધો છે. તેણે મેચની 44મી મિનિટે ગોલ કર્યો હતો. એમ્બાપેએ આગળ આવીને ગેરાર્ડને પાસ કર્યો હતો. આ પછી ગેરાર્ડે ફિનિશ કરતા ગોલ કર્યો હતો. આ ગોલ સાથે જ ગેરાર્ડ ફ્રાંસ નેશનલ ટીમનો ટૉપ સ્કોરર બની ગયો છે. તેણ ફ્રાંસના થિએરી હેનરીને પાછળ છોડી દીધો છે.
બીજા હાફની 74મી મિનિટે ફ્રાંસે પોતાનો બીજો ગોલ કર્યો હતો. આ ગોલ ટીમના સ્ટાર પ્લેયર કાઇલિયન એમ્બાપેએ કર્યો હતો. એમ્બાપે બોલ લઈને આગળ વધતો ગયો હતો અને ગોલપોસ્ટના લેફ્ટ કોર્નર પર ગોલ કર્યો હતો.